રો-મટીરીયલ સહિત રૂા.15.18 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત

મોરબીના લાલપર નજીક આવેલ કારખાનામાં કંપનીના ટ્રેડ માર્કનો ઉપયોગ કરી ડુપ્લીકેટ માર્કાવાળી બેગ બનાવી કંપનીના નામનું ટાઈલ્સ એડેસિવ ડુપ્લીકેટ રો મટીરીયલ્સ ભરી બજારમાં સસ્તા ભાવે વેચવાનું કોભાંડ ખુલ્યું છે કારખાનામાંથી 15.18 લાખનો મુદામાલ મળી આવ્યો છે પોલીસે બેગ બનાવી આપનાર તેમજ વેચનાર ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

અમદાવાદના રહેવાસી મલયભાઇ યોગેશભાઈ શાહે આરોપીઓ શિરીષભાઈ અમરશીભાઈ ચારોલા, અનિલભાઈ હરિભાઈ બાવરવા અને મયુરભાઈ જયસુખભાઈ સાંગાણી એમ ત્રણ વિરુદ્ધ્ફ ફરિયાદ નોધાવી છે કે મોરબીના લાલપર ગામના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ 5 માં પ્લોટ નં 27 એ.બ.એસ બીલ્ડ ઇન્ડિયા નામના કારખાનામાં આરોપીઓએ ફરિયાદીની પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની બેગો બનાવી કંપનીના નામે ગેરકાયદે રીતે ટ્રેડ માર્કનો દુર ઉપયોગ કરી ડુપ્લીકેટ માર્કાવાળી બેગમાં કંપનીના નામનું ટાઈલ્સ એડેસિવ ડુપ્લીકેટ રો મટીરીયલ્સ કંપનીના નામનું રો મટીરીયલ ભરી બજારમાં સસ્તાભાવે વેચાણ કરી કંપનીને આર્થિક નુકશાન કરતા હોવાનું જણાવ્યું છે.

જેમાં આરોપી શિરીષભાઈ અને અનિલભાઈ પોતાના સેડમાં પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ માર્કની 20 કેજીની ભરેલી ઝ01 ની મટીરીયલ્સ ભરેલી સીલબંધ બેગ નંગ 90 કીમત રૂૂ 66,150 અને ઝ02 માર્કાની મટીરીયલ્સ ભરેલી સીલબંધ બેગ નંગ 1961 કીમત રૂૂ 14,41,335 અને

01 માર્કની ખાલી બેગ નંગ 170 કીમત રૂૂ 1700 અને ઝ02 માર્કની ખાલી બેગ નંગ 1200 કીમત રૂૂ 12,000 તથા પ્રિન્ટીંગ મશીન કીમત રૂૂ 10,000 અને સિલાઈ મશીન કીમત રૂૂ 1000 સહીત કુલ રૂૂ 15,18,485 નો મુદામાલ મળી આવ્યો હતો તેમજ આરોપી મયુર બેગ તૈયાર કરાવી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે પોલીસે આરોપી શિરીષ અને અનીલ એમ બે આરોપીને ઝડપી લીધા છે.




