મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઇ કરતાં 4 પ્લાન્ટમાં ચેકિંગ: બે સીલ

Written by

in

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જુદાજુદા વિસ્તારમાં આવેલ ચાર પીવાનું પાણી સપ્લાઈ કરતાં પ્લાન્ટમાં જઈને ત્યાંથી નમુના લેવામાં આવ્યા હતા તે પૈકીનાં બે પાણીના પ્લાન્ટના નમુનાનું પરિણામ અસંતોષકારક આવ્યું હતું જેથી તે બંને પાણીના પ્લાન્ટની પેઢીઓને હાલમાં નોટીસ આપવામાં આવેલ છે.

અને બંને પ્લાન્ટને બંધ કરાવવામાં આવેલ છે. મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સત્યમ વોટર, રાજા મિનરલ વોટર, દેવ વોટર સપ્લાય અને સુપર ડીલક્ષ વોટરના પ્લાન્ટમાંથી નમુના લેવામાં આવ્યા હતા જેમાંથી નવલખી રોડ પર આવેલા દેવ વોટર સપ્લાય તેમજ સુપર ડીલક્ષ વોટરમાં પાણીના નમુનાનું પરિણામ અસંતોષકારક આવતા બંને પાણીના પ્લાન્ટની પેઢીઓને નોટીસ આપવામાં આવેલ છે.

જ્યાં સુધી પાણીના શુદ્ધિકરણનું પરિણામ સંતોષકારક ન આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવા માટેની સુચના મનપાની ફૂડ શાખા દ્વારા આપવામાં આવી છે આ સાથે મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા તમામ પાણીના પ્લાન્ટના વેપારીઓને તાકીદ કરવામાં આવી છે કે, પાણીનું શુદ્ધિકરણ અને પાણીની ગુણવત્તા જળવાય રહે અન્યથા ફૂડ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.