
મોરબીમાં પ્રિ-વાઇબ્રન્ટના ભાગરૂપે મોરબી આઈ.ટી.આઈ. ખાતે સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ વિભાગ આઇટીઆઈની પ્રોજેક્ટ મોડલ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાઓના પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા અન્ય મહાનુભાવો પ્રેરક ઉપસ્થિતિ રહ્યાં હતા.

આ તકે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, પહેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમો માત્ર ગાંધીનગર થતા હતા પરંતુ હવે બધા પ્રદેશોમાં વાઈબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમો થઈ રહ્યા છે અહી ૧૨ જિલ્લાની ૯૯ આઈટીઆઈના ૮૫ પ્રોજેકટઓએ ભાગ લીધા છે.

આ તૈયાર કરવા માટે યુવા વિદ્યાર્થી અને શિક્ષકોને અભિનંદન, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ જે તે જિલ્લાના ઉદ્યોગોને ધ્યાનમા રાખીને આઈ.ટી.આઈના કોર્ષોને મહત્વ આપ્યું જેથી યુવાનોને વધુ ને વધુ રોજગારી મળી શકશે. આગામી દિવસોમા પણ અનેક ઉદ્યોગો આવશે. આ ઉદ્યોગોને અનુરૂપ યુવાનોને તૈયાર કરાશે. આ માટે રાજ્ય સરકાર તત્પર છે યુવાનો જોમ- જુસ્સા – ધગશ વાળો હોવો જોઈએ. યુવાનો એ તંદુરસ્તી માટે પોષણયુકત આહાર લેવો જોઈએ. તેમજ નિયમિત કસરત પણ કરવી જરૂરી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ,ભારત દેશને ૨૦૪૭મા વિકસિત ભારત તરીકે બનાવવાનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે. તે માટે ની અનેક યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર ચલાવી રહી છે. આઈ.ટી.આઈ એ પાઠશાળા નથી પણ આત્મ નિર્ભર બનવાની કાર્ય શાળા છે. રાજ્યભરની આઈ.ટી.આઈને અપગ્રેડ અને આધુનિક કરવામાં આવશે. ૧૨૦૦ જેટલી વોકેશનલ સ્કીલલેબ બનાવાશે. સૌરાષ્ટ્ર- કચ્છના ઉદ્યોગોનો ફાળો દેશની ઇકોનોમીમાં ખૂબ અગ્રેસર રહ્યું છે.

મોરબી એ પણ સિરામિક ઉદ્યોગોમાં વિશ્વ કક્ષાએ પ્રસિધ્ધિ મેળવી છે.મોરબીમાં સિરામિક પાર્ક પણ બનવા જઈ રહ્યું છે.રાજકોટની રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટ થકી આપણે વૈશ્વિક મંચ સાથે જોડીને ગુજરાતને વિકસિત ભારતમાં જોડાશે.

જિલ્લા પંચાયત પ્રમુખ મતી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે દેશનો એક પણ યુવાન બેરોજગાર ના રહે તે માટે આપણી સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.રાજ્યનાં દરેક તાલુકામાં આઈ.ટી.આઈ કાર્યરત છે જ્યા જિલ્લાના ઉદ્યોગોને અનુરૂપ કોર્ષ ચાલી રહ્યા છે.

કલેક્ટર કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે, આઈ.ટી.આઈના યુવા વિદ્યાર્થીઓની સ્કીલ વધુ ને વધુ વિકસે તે માટે આ પ્રકારની મોડેલ સ્પર્ધા પ્રદેશકક્ષાની યોજાઈ છે.આમા ભાગ લેનાર વિદ્યાર્થી ભવિષ્યમા ખૂબ આગળ પ્રગતિ કરે તેવી શુભ કામના આપી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજકોટ ખાતે આગામી ૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે. આ કાર્યક્રમના ભાગરૂપે રાજકોટ (સૌરાષ્ટ્ર કચ્છ રિજીયન) ની તમામ ૯૯ આઈ.ટી.આઈ.માંથી પસંદગી પામેલ પ્રોજેક્ટ/મોડેલની સ્પર્ધા યોજાઇ હતી.આ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટ/મોડેલનું પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

આ તકે આર.ડી. ડી. રાજકોટના કે.બી.કણઝારિયા એ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી આર.ડી. ડી.સુરત આશાબેન પટેલ, અમદાવાદ ધૃતિબેન જોષી, બરોડા જે.બી. મિસ્ત્રી, મોરબી આઈ.ટી.આઈના આચાર્ય માયાબેન પટેલ, રોજગાર અધિકારી મનીષાબેન સવાનિયા, અગ્રણી જે.પી.જસવાણી, આઇટીઆઈના આચાર્યઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.







