HomeAllમોરબીમાં પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફિરકી સાથે બે ઝડપાયા

મોરબીમાં પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફિરકી સાથે બે ઝડપાયા

મોરબી શહેરના મહેન્દ્રપરા શેરી નંબર 15 માં રહેતા શખ્સનાં રહેણાંક મકાનની અંદર પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકીનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 17 ચાઈનીઝ ફીરકી મળી આવતા 6800 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. 

મકરસંક્રાંતિ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને ચાઈનીઝ ફિરકી તથા તુક્કલને ઉડાવા ઉપર તેમજ સંગ્રહ અને વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મુકતા જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે તેમ છતાં પણ ઘણી જગ્યાએ ચાઈનીઝ ફીરકીનું વેચાણ થતું હોય તેવું સામે આવ્યું છે.

દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને મળેલી હકીકત આધારે મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 15 માં રહેતા માહિરભાઈ પાયકના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફિરકી મળી આવતા પોલીસે 6800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી માહીરભાઈ મુસ્તાકભાઈ પાયક (19)

રહે. મહેન્દ્રપરા શેરી નંબર 15 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન આ ફીરકી તેને વિપુલભાઇ હસમુખભાઇ રહે. મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હોવાથી બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતી અને બીજા આરોપી વિપુલભાઇ હસમુખભાઇ હિરાણી (42) રહે. સાવસર પ્લોટ મોરબી વાળાને પણ પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!