HomeAllમોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં મેડીકલ કેમ્પ...

મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં મેડીકલ કેમ્પ યોજાયેલ

મોરબી-માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાના મોટા દીકરા ડો. પ્રશાંત મેરજાનું 23 વર્ષે કાર અકસ્માતમાં કરૂણ નિધન થયું હતું અને તેની સ્મૃતિમાં સર્વરોગ નિદાન, સારવાર અને ફ્રી દવાનો કેમ્પ દર વર્ષે યોજાતો હોય છે.

તેવી જ રીતે મોરબીના વાવડી ખાતે આવેલ વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે કબીર ધામ મહંત શિવરામ સાહેબની હાજરીમાં કેમ્પ યોજાયો હતો અને પૂર્વ આરોગ્ય મંત્રી આઈ. કે. જાડેજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિત રાજકીય અગ્રણીઓએ આ કેમ્પની મુલાકાત લીધી હતી.

ડો. પ્રશાંતનું એવું સપનું હતું કે પોતે પ્રાઈવેટ પ્રેક્ટિસ કરશે ત્યારે ગરીબ દર્દીઓની મફત સારવાર કરશે. કમનશીબે તેઓ હયાત ન રહ્યા પણ તેમના વિચારને સદૈવ જીવંત રાખવા તેમની સ્મૃતિમાં પ્રતિવર્ષ આવો મેડિકલ કેમ્પ યોજાતો હોય છે.

આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના 10 જેટલા નિષ્ણાંત ડોક્ટરો જેમ કે ડો. ભાવિન ગામી, ડો. યોગેશ પેથાપરા, ડો. ઉમેશ ગોધવીયા, ડો. નિધિ સુરાણી ભાડજા, ડો. મનસુખ પરમાર અને ડો. કલ્પેશ રંગપરિયા વગેરે એ 400 જેટલા દર્દીઓને તપાસ્યા હતા અને કેમ્પ આયોજક સન્ની મેરજાના માર્ગદર્શનમાં મફત દવા આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments