
ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા નું આયોજન દેશનાં વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદૃઢ અને બળવતર બને તે હેતુથી કરવામાં આવે છે.ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્કાર નિર્માણનાં ઉદે્શ્યથી ચાલતા તમામ પ્રકલ્પોમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા સૌથી લોકપ્રિય છે.

જેમાં પ્રથમ મોરબી સ્તરે સ્પર્ધાની આગામી તા.3-8 ને રવિવારે યોજાશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તા.15-7 છે.તેમજ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2025 શાખા, પ્રાંત, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે.

રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા હિન્દી અને સંસ્કૃત એમ બે વિભાગમાં યોજાશે.બંને વિભાગમાં ગીત પ્રસ્તુત કરવા ફરજિયાત છે.

રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-25 માટે અન્ય કંઈપણ માહિતીની જરૂર જણાય તો સ્પર્ધાનાં સંયોજક પરેશભાઈ મિયાત્રા (મો.99799 60477) અથવા સહસંયોજક વિશાલભાઈ બરાસરા (મો.96875 21339) નો તેમના નંબર ઉપર સંપર્ક કરી શકો છો.સ્પર્ધા સફળ બનાવવા માટે સંસ્થાના અધ્યક્ષ હિંમતભાઈ મારવણિયા, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા અને કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

























