
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબી ઇન્ડિયન મેડિકલ એશો. બ્રાંચ અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇજેશન મોરબી યુનીટ દ્વારા તબીબો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ત્યારે તબીબી ક્ષેત્રમાં પણ સુસંસ્ક્રુત વિકાસ થાય અને નિરામય રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પશ્ર્ચિમ ક્ષેત્રના સંઘચાલક અને મોરબીના જાણીતા સર્જન ડો.જ્યંતિભાઇ ભાડેસિઆ દ્વારા “Health and Nation building: legacy of Dr. Hedgewar to the modern Indian medical fraternity” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. અને આરએસએસના મોરબી જીલ્લાના બૌધિક પ્રમુખ અને પીજીવીસીએલ જેટકોના એન્જીનીયર જીતેન્દ્રભાઇ વિરમગામા દ્વારા “પંચ પરિવર્તન” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં 50 થી વધુ અલગ અલગ શાખાના તબીબોએ પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા એન.એમ.ઓ.ના પ્રમુખ ડો.હિરેન સંઘાણી, મંત્રી ડો. વનરાજસીંહ, આઇ.એમ.એ.ના પ્રમુખ ડો.સુષ્મા દુધરેજીયા, મંત્રી ડો.દિપ ભાડજા તથા આયુર્વેદ, હોમીયોપેથી એસોસિએશનના પદાધિકારીઓ, મેડિકલ કોલેજના ડિન ડો.નિરજ બિશ્વાસ અને ફેકલ્ટી, સ્ટાફ, મેડિકલના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.














