HomeAllમોરબીમાં સાયબર ફ્રોડમાં વધુ રૂા.20.80 લાખની રકમ બેન્કમાં જમા થયાનું ખુલ્યું

મોરબીમાં સાયબર ફ્રોડમાં વધુ રૂા.20.80 લાખની રકમ બેન્કમાં જમા થયાનું ખુલ્યું

મોરબીમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા અન્યના બેંક ખાતાનો ઉપયોગ કરવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયા બાદ અનેક ઇસમોને પોલીસે ઝડપી લીધા છે હજુ પણ સાયબર ક્રાઈમ ટીમની કામગીરી ચાલી રહી છે જેમાં વધુ 20.81 લાખની રકમ બેંક ખાતામાં જમા કરી વિડ્રો કરવાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા મનોજભાઈ ઠાકરશીભાઈ લક્મ આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (ઉ.વ.17) રહે મોરબી, ચેતનસિંહ રવીન્દ્રસિંહ ચૌહાણ રહે હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબી, મુસ્તાક હારૂૂન રાવમાં રહે પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી,

સંજય રાજપૂત રહે રાજસ્થાન, નિકુંજ પ્રવીણ દલસાણીયા રહે બાબરા જી અમરેલી, ભરત કરથીયા રહે ગ્રીન ચોક કંસારા શેરી મોરબી અને રક્ષિત કલ્પેશ કુવરીયા રહે રવાપર રેસીડેન્સી મોરબી એમ સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તેમજ આરોપી ચેતનસિંહ,

 મુસ્તાક અને સંજય રાજપૂતે તેના લાગતા વળગતા ઇસમોએ પૂર્વ ગુનાહિત કાવતરું રચી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા 3-3 ટકા કમીશન મેળવ્યા હતા.કમીશન મેળવી પોતાના અલગ અલગ એજન્ટ આરોપીઓ નિકુંજ, જયદેવ અને રક્ષિતને નીમી આર્થિક લાભ આપવાની લાલચ આપી બેંક ખાતામાં સાયબર ફોર્ડ કે છેતરપીંડીની રૂૂ 20,81,347 રકમ જમા કરાવી તે રકમ ચેક, એટીએમથી વિડ્રો કર્યા હતા મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!