HomeAllમોરબીમાં સેવાભાવી અજય લોરીયા દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું આવતી કાલે...

મોરબીમાં સેવાભાવી અજય લોરીયા દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું આવતી કાલે વિતરણ કરાશે

‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ની અનોખી જીવદયા પહેલ, શહેરજનોને જોડાવા અપીલ

મોરબી : ઉનાળાની વધતી જતી કાળઝાળ ગરમી વચ્ચે નિર્દોષ પક્ષીઓની તરસ શમાવવા માટે મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયા અને ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે.

આ પહેલ અંતર્ગત આવતી કાલે તા. 21 માર્ચ, 2026 (શનિવાર) ના રોજ સવારે 9:00 વાગ્યાથી મોરબીના સુપર માર્કેટ પાસે, શનાળા રોડ પર નિઃશુલ્ક પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે.

ગરમીના દિવસોમાં પાણીના અભાવે પક્ષીઓ માટે જીવવું મુશ્કેલ બની જાય છે ત્યારે આ પ્રકારની સેવા કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થાય છે. ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા કરવામાં આવતું આ કાર્ય જીવદયાની ભાવનાને મજબૂત બનાવે છે.

આ પ્રસંગે આયોજક અજય લોરીયા દ્વારા મોરબીના તમામ નાગરિકોને આ સેવા કાર્યનો લાભ લેવા અને પોતાના ઘરના આંગણે અથવા આસપાસ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકી જીવદયાના પુણ્ય કાર્યમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!