HomeAllમોરબીમાં શનાળા રોડ પર ઓવરટેકની સામાન્ય બાબતે યુવાનની છરીના ઘા ઝીંકી ઘાતકી...

મોરબીમાં શનાળા રોડ પર ઓવરટેકની સામાન્ય બાબતે યુવાનની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

મોરબી શહેરના શનાળા રોડ પર આજે સામાન્ય ઓવરટેક જેવી બાબતે થયેલી બોલાચાલી ઘાતકી ઘટનામાં ફેરવાઈ જતા 32 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સરદાર બાગથી આગળ આવેલ રંગોલી આઈસ્ક્રીમની સામે જતીન સોની નામનો યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન બે બાઈક સવાર સાથે ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ બાઈક સવારોએ ઉશ્કેરાઈને જતીન સોની પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલો એટલો ઘાતકી હતો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ DySP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઈને શહેરમાં ચકચાર મચી છે અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!