HomeAllમોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં પાણીની પાઈપલાઈન નાખવાનું કામ 50 ટકા...

મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં પાણીની પાઈપલાઈન નાખવાનું કામ 50 ટકા પૂર્ણ

મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અને લગભગ 50 ટકાથી વધુ કામ પૂરું થઈ ગયું છે અને હાલમાં પણ ડી.આઈ. પાઇપલાઇનનું કામ પ્રગતિમાં છે આ કામ પૂરું થયા પછી લોકોની સુવિધામાં અનેક ગણો વધારો થશે.

મહાનગરપાલિકાના વોટરવર્કસ શાખાના અધ્યક્ષએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, શહેરીજનોને સુવ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે તે હેતુસર શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

આ કામગીરી માટે કુલ અંદાજીત ખર્ચ 46.38 લાખની ગ્રાન્ટ સરકારમાંથી મંજુર થઈને મળી આવેલ છે. આ યોજના અંતર્ગત 150 મી.મી. તથા 250 મી.મી. વ્યાસની ડી.આઈ. (D.I.) પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ યોજનામાં હાલની જૂની પાણીની પાઇપ લાઇનને બદલે નવી ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવનાર છે  તેમજ આ યોજનામાં વાલ્વનો પણ સમાવેશ કરેલ છે જેના લીધે આ  સમગ્ર  વિસ્તારમાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહશે.

આ યોજના પૂર્ણ થયે આ વિસ્તારના છેવાડાના  ઘરો સુધી પાણી પુરવઠો નિયમિત રીતે મળી રહે તે માટે આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવ્યો  છે. આ યોજના અંતર્ગત 825 મીટરની પાઈપલાઈન નાખવાની મંજુરી મળેલ છે. જેમાંથી 480 મીટર પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. આ નવી ઉઈં પાણીની લાઈનનું કામ પૂર્ણ થયા બાદ લગત વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધામાં અનેક ગણો  સુધારો થશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!