ગેસ લીકેજની આકસ્મિક પરિસ્થિતિને કંટ્રોલ કરવા NDRF ટીમ, મોરબી પ્રાંત અધિકારી તથા ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન અપાયું


મોરબી જિલ્લામાં NDRF, જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તથા મોરબી નાયબ નિયામક ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય ના સંયુકત ઉપક્રમે મોરબીમાં લીઓલી સીરામીકા પ્રા.લી, જૂના સાદૂળકા ખાતે કેમીકલ ડિઝાસ્ટર મોક એકર્સસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં આવેલ કારખાનાઓમાં મુખ્ય જોખમ એલપીજી/પ્રોપેન ગેસનું છે જે બાબતને ધ્યાનમાં રાખી પ્રોપેન ગેસ લીકેજ અંગે મોક એકર્સસાઈઝ રાખવામાં આવી હતી. જેના સિનારીયો અનુસાર લીઓલી સીરામીકા પ્રા.લીમાં પ્રોપેન ગેસ અનલોડીંગ કરતા સમયે ગેસ લીકેજ અંગેનું રિહર્ષલ કરવામાં આવ્યું હતું.

આ મોક એકર્સસાઈઝમાં સૌપ્રથમ ગેસ લીકેજને કંટ્રોલ કરવા કારખાના દ્વારા પૂરતા પ્રયત્નો કર્યા હતા, પરંતુ પ્રોપેન ગેસ વધારે પ્રમાણમાં વાતાવરણમાં પ્રસરેલ હોવાથી કારખાના દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આ આપત્તિની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલરુમમાંથી જિલ્લાની દરેક સરકારી એજન્સીઓ તથા વઘુ પડતા પ્રોપેન ગેસ લીક હોવાથી NDRF ને આ ઈમરજન્સી કંટ્રોલ કરવા માટે જાણ કરવામાં આવી હતી. દરેક એજન્સીઓએ તેમની કામગીરી યોગ્ય રીતે બજાવી અને આપત્તિને સફળતા પૂર્વક કંટ્રોલ કરી હતી.

આ ઓફ સાઇટ મોક એકર્સસાઈઝ પૂર્ણ થયા બાદ મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતે મોકડ્રીલ સફળતા પૂર્વક પૂર્ણ થતાં દરેકને જિલ્લા વહીવટી તંત્ર વતી શુભેચ્છા પાઠવી હતી. એકર્સસાઈઝ બાદ દરેક સુપરવાઇઝરના સુચનો મેળવવામાં આવ્યા હતા અને આપદાની આવી પરિસ્થતિને પહોંચી વળવા ચર્ચા કરવામાં આવી હતી.

આ મોક એકર્સસાઈઝ અન્વયે ગત તા.૦૫/૧૨/૨૦૨૫ ના રોજ કલેક્ટરના અધ્યક્ષસ્થાને NDRF, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તથા નાયબ નિયામક ઔઘ્યોગિક સલામતિ અને સ્વાસ્થય મોરબીના ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગૃપના સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોક એકર્સસાઈઝ અન્વયે મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, NDRF ના અધિકારીઓ વિકમ ચૌઘરી અને જગદિશ પ્રસાદ અને તેમની ટીમ ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક જતીન આદેશરા, મોરબી, સહાયક નિયામક રાહુલ ચૌઘરી, અધિકારી પી.એમ. કલસરીયા, એઆરટીઓ રોહિત પ્રજાપતિ, ડીઝાસ્ટર વિભાગ ડીપીઓ અમીતભાઇ, પી.આઈ. એસ.એમ. ચૌહાણ, ચીફ ફાયર ઓફિસર દેવેન્દસિંહ જાડેજા, જીપીસીબીના અધિકારી જે.એ. રામ, મ્યુચઅલ એડ પાટનર્સ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



