મોરબીમાં સોની યુવાન જતીનભાઈ રતિલાલભાઈ આડેસરાના અવસાન નિમિત્તે શોકસભા અને કેન્ડલ માર્ચનું આયોજન

મોરબી શહેરના સોની જતીનભાઈ રતિલાલભાઈ આડેસરા (ઉંમર ૩૩) ના દુઃખદ અવસાનની ઘટનાને પગલે પરિવારજનો તથા સમાજજનો દ્વારા તેમની દિવ્ય આત્માની શાંતિ માટે શોકસભા અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.


આ કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, સાંજે ૪:૦૦ વાગ્યે યોજાશે.
કાર્યક્રમનું પ્રારંભ સ્થાન સિદ્ધિવિનાયક હોલ, સત્યા પાન વાળી ગલી રાખવામાં આવ્યું છે, જ્યાંથી ઘટનાસ્થળ સુધી કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે.
કેન્ડલ માર્ચ દરમિયાન શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવશે. આયોજનકર્તાઓએ સર્વ સમાજના લોકોને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરી છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
error: Content is protected !!