HomeAllમોરબીમાં તા.૧૯–૨૧ સ્વદેશી અભિયાન અંતર્ગત ‘સશક્ત નારી મેળા’નું આયોજન

મોરબીમાં તા.૧૯–૨૧ સ્વદેશી અભિયાન અંતર્ગત ‘સશક્ત નારી મેળા’નું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી સશક્તિકરણ તથા ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીની નેમ સાથે મહિલાઓ પગભર બને અને સાથે સાથે દેશની પ્રત્યેક વ્યક્તિ રોજિંદી જીવનમાં સ્થાનિક અને ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરે તેવું સ્વપ્ન સેવ્યું છે.

વડાપ્રધાનના આ વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાર્થક કરવા અનેકવિધ આયોજનો દેશમાં થઈ રહ્યા છે. તેની સાથે સાથે ગુજરાતમાં પણ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડવા અને મહિલા લક્ષી ઉદ્યોગો તેમજ કામગીરીને વધુ ઉત્તેજન મળે તેવા હેતુથી રાજ્યભરમાં સશક્તનારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબીમાં પણ મહિલા નેતૃત્વનો વિકાસ થાય ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને સવિશેષ પ્રદર્શિત કરી શકાય તેવા સરકારના ઉમદા આશય સાથે તા.૧૯/૧૨/૨૦૨૫ થી ૨૧/૧૨/૨૦૨૫  દરમિયાન ત્રિદિવસીય ‘’સશક્ત નારી મેળા’’નું આયોજન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મોરબી ખાતે સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદધાટન તા.૧૯ના સવારે ૧૦ કલાકે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા દ્વારા કરાશે.

મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ સશક્ત નારી મેળામાં મહિલા ઉદ્યોગ સાહસિકો લખપતિ દીદીયો ડ્રોન દીદીઓ જૂથો મહિલા ખેડૂતો સહકારી સંસ્થાઓ સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયિકોનો પાયાના સ્તરે વિકાસ કરી શકાય, તેમની સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવનાર છે. આ મેળો મહિલાઓને સશક્ત બનાવવા સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યોને વધુ મજબૂત અને સક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ઉપરાંત વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવામાં મહિલાઓની આર્થિક ભાગીદારીને સુનિશ્ચિત કરશે.

સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આયોજિત આ સશક્ત નારી મેળાનો વધુને વધુ લાભ લઇ મહિલા કારીગરોના રોજગારી સર્જન તેમજ તેમના આર્થિક ઉત્કર્ષમાં સહભાગી બનવા મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

સશકત નારી મેળાના સુચારૂ આયોજન માટે કલેકટર કચેરી ખાતે એક બેઠક જિલ્લા વિકાસ અધિકારી શૈલેન્દ્ર ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોને સ્ટોલની ફાળવણી, પીવાના પાણી, સ્વચ્છતા, સખી મંડળની બહેનોના રહેઠાણ – ભોજનની વ્યવસ્થા વગેરેની જવાબદારી અંગે માર્ગદર્શન અપાયુ હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભટ્ટ, નાયબ કલેકટર ઉમંગ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!