
મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત ખાતે ટેક હોમ રાશન (THR), સરગવા તથા મીલેટસથી બનેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓના નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીએ મહિલાઓને પોષણ વિષયક પ્રેરણાત્મક સંદેશ આપતા જણાવ્યું હતું કે, મહિલા એટલે અન્નપૂર્ણા, સમાજના પોષણ અને આરોગ્ય માટે મહિલાએ મુખ્ય આધારસ્તંભ છે.

આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રાશન, સરગવા તથા મીલેટસથી તૈયાર કરેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું.





















