HomeAllમોરબીમાં થયેલા ખૂની હુમલાનો ભેદ ઉકેલાયો

મોરબીમાં થયેલા ખૂની હુમલાનો ભેદ ઉકેલાયો

મોરબી શહેરના લીલાપર રોડ ઉપર થયેલા ખૂની હુમલાના બનાવનો ભેદ મોરબી પોલીસ દ્વારા ઝડપી અને સુચિત કામગીરીના આધારે ઉકેલી લેવામાં આવ્યો છે. આ બનાવ 13મી તારીખની રાત્રે બન્યો હતો, જ્યારે ઇજા પામનાર વ્યક્તિ સજ્જનપર ધુનડા ખાતેથી પોતાનું કામ પૂર્ણ કરી મોટરસાયકલ દ્વારા લીલાપર ગામ તરફ જઇ રહ્યા હતા.


માહિતી મુજબ, શિવમ પાર્ટી પ્લોટ પાસેથી આગળ જતા દરમિયાન ત્રણ મોટરસાયકલ સવાર વ્યક્તિઓ સાથે ઓવરટેક મુદ્દે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ થોડે આગળ લીલાપર રોડ ઉપર આરોપીઓએ પીડિતને રોકી ફરી બોલાચાલી કરી અને છરી વડે અંદાજે 10 થી 12 જેટલા ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડેલી. ઇજા પામનાર હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


આ બનાવ અંગે 14મી તારીખે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બનાવના ફરિયાદી અનિલભાઈ ધનજીભાઈ રાઠોડ (રહેવાસી – લીલાપર) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેઓ જ ઇજા પામનારને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.


ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ આઈજી સાહેબ તથા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી (Local Crime Branch) અને મોરબી તાલુકા પોલીસની જુદી-જુદી ટીમો રચી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સર્વેલન્સ, લોકલ સીસીટીવી ફૂટેજ, તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
તપાસના પરિણામે નીચેના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે:


બાલો દીપકભાઈ પરમાર (રહેવાસી – મોરબી)
વનરાજ ઉર્ફે અનુ કાળુભાઈ દેવીપૂજક
એક સગીર વયનો આરોપી (નામ જાહેર કરેલ નથી)
આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ કાળા રંગની જૂની મોટરસાયકલ કબ્જે કરવામાં આવી છે. ઉપરાંત ગુનામાં વપરાયેલી એક છરી તથા બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.


આરોપીઓનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તથા અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તેઓ અમરેલીના રહેવાસી હોવાની માહિતી સામે આવતા અમરેલી જિલ્લામાં પણ કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
મોરબી પોલીસની સતર્ક અને ઝડપી કામગીરીને કારણે ગંભીર પ્રકારના આ ગુનાનો ભેદ ટૂંકા ગાળામાં ઉકેલી લેવામાં આવ્યો છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!