
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી ફ્રી ટિફિન સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જો કે, હવે દર્દીઓને દવા એકદમ સસ્તા ભાવે મળે તેના માટે ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર અને લેબોરેટરી શરૂ કરવામાં આવેલ છે અને તેના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ઉપરાંત રાજકીય આગેવાનો ઉદ્યોગકારો સહિતના લોકો હાજર રહ્યા હતા.

મોરબીના રામચોક પાસે આવેલ સિલ્વર પ્લાઝામાં શનિવારે તા 8 નવેમ્બરથી ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર અને લેબોરેટરી શરૂ કરવામાં આવી છે ત્યાંથી દરેક દર્દીઓને ડોક્ટરના પ્રિસ્કિપ્શન મુજબની દવાઓ પડતર ભાવે આપવામાં આવશે.

તેમજ લેબોરેટરીમાં 50 ટકાના દરે કરી આપવામાં આવશે.આ સેવાકીય પ્રકલ્પના ઉદ્ઘાટન પ્રસંગે બગથળા નકલંકધામના મહંત દામજી ભગત, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

અને આ સેવાકીય પ્રવૃતિના મુખ્ય દાતા હિરેનભાઈ દોશી છે.આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ખાસ કરીને દર્દીઓને દવા ઓછા ખર્ચે મળી રહે તેવી




















