

મોરબીમાં 25 વર્ષથી નાની દીકરીઓને ઉદ્યોગપતિઓ અને સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા કેરાલા સ્ટોરી-2 નિશુલ્ક દેખાડવાનું આયોજન કરાયું હતું અને 6 સ્ક્રીન બુક કરવામાં આવી હતી જો કે, વધુ યુવતીઓ મૂવી જોવા માટે આવતા કુલ 9 સ્ક્રીનમાં મૂવી બતાવવામાં આવી હતી અને સમાજમાં બનતી ઘટનાઓ સામે ખાસ કરીને યુવતીઓમાં જાગૃતિ આવે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, ભાજપ અગ્રણી જયદીપભાઈ દેત્રોજા, પાટીદાર સમાજ અગ્રણી અનિલભાઈ વરમોરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, નવયુગ સંકુલના પ્રમુખ પી ડી કાંજીયા, તેમજ આર્યવ્રત કોલેજ મોરબીના આર્થિક સહયોગથી આજે મોરબીમાં કેરાલા સ્ટોરી-2 ફિલ્મ બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સમાજમાં દીકરીઓ અને યુવતીઓની સલામતીને ધ્યાને રાખીને આ ફિલ્મ દીકરીઓને બતાવવા માટેનું આયોજન કરાયું હતું.

આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ વર્તમાન સમયમાં જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેની પાછળની વાસ્તવિકતાઓ દર્શાવે છે. તેઓ ભવિષ્યમાં લવજેહાદ જેવા ચુંગાલમાં ફસાશે નહીં તેટલી જાગૃતિ આ મૂવી માધ્યમથી દીકરીઓમાં આવી છે.












