મોરબીમાં વિકાસ પરવાનગીની અરજીઓ લેવાનું બંધ: eNagar ઉપર ઓનલાઈન જ અરજી કરી શકાશે

મોરબી મહાનગરપાલિકામાં અત્યાર સુધી મહાપાલિકા દ્વારા વિકાસ પરવાનગી સંબધિત અરજીઓ ઓફલાઇન સ્વીકારવામાં આવતી હતી તેને હવે સંપુર્ણપણે બંધ કરવામાં આવેલ છે. અને મહાપાલિકા દ્વારા eNagar પ્લેટફોર્મ પર જ વિકાસ પરવાનગી સંબધિત અરજીઓ સ્વીકારવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે.

મહાનગરપાલિકા તા. 01/01/2025ના રોજ અસ્તિત્વમાં આવ્યા બાદ સરકારની સુચના મુજબ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઓફલાઇન પરવાનગી આપવાની પ્રક્રિયા અમલમાં હતી.

જે હવે eNagar પોર્ટલ સંપુર્ણપણે કાર્યરત થયેલ હોવાથી નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળતાથી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય અન્વયે રાજ્ય સરકારના યગફલફિ ઓનલાઈન પ્લેટફોર્મ પર જ વિકાસ પરવાનગી સંબધિત અન્ય પરવાનગીઓ જેવી કે, બિલ્ડીંગ યુઝ પરમિશન, ઝોનિંગ સર્ટિફિકેટ, પાર્ટ પ્લાન, પર્શન ઓન રેકર્ડ રજીસ્ટ્રેશન, જેવી બાબતોની અરજી ફક્ત ઓનલાઇન જ કરવાની રહેશે.

આ વ્યવસ્થાથી સમયની બચત થશે તથા અરજદારોને કચેરીની મુલાકાત લેવાની જરૂરિયાત રહેશે નહીં અને તેઓની અરજી પરની કાર્યવાહી ત્વરિત થશે. અને હવે મહાપાલિકા દ્વારા અરજીઓ ઓફલાઇન સ્વીકારવાનું સંપુર્ણપણે બંધ કરવામાં આવેલ છે.

error: Content is protected !!