
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ગુજરાતી ફિલ્મ લાલો ના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં શોભેશ્ર્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમના વડીલોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓને લાલો ફિલ્મ બતાવવામાં આવ્યું હતું.
આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે લાલો ફિલ્મ જે અત્યારે ગુજરાતમાં છવાઈ ગયું છે. ત્યારે વૃદ્ધાશ્રમના વડીલો માટે આ ફિલ્મનો ખાસ શો રાખવામા આવેલ હતો અને વડીલોએ ફિલ્મ જોઈને આનંદની લાગણી અનુભવી હતી. અને ખાસ કરીને વડીલો રાજા રણછોડ ગીત ઉપર ગરબે પણ ઘૂમ્યા હતા








