
કલ્યાણ એજયુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિપાવલી પ્રસંગે ગરીબ બાળકોને મીઠાઈ -કપડાનું વિતરણ કરાશે

કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મોરબી તથા મોરબી જિલ્લા પંચાયતના સહયોગથી તા.7 સપ્ટેમ્બરને રવિવારના રોજ યોજાયેલી જિલ્લા સ્તરીય ડ્રોઈગ સ્પર્ધા-2025ના ઈનામ વિતરણ સમારોહ મોરબીના સરસ્વતી શિશુ મંદિર ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.

કાર્યક્રમમાં મોરબી જિલ્લાભરના 550થી વધુ વિદ્યાથીઓ તથા તેમના વાલીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ બાળકોની કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મક ઉર્જાથી ઉજ્જવળ બની રહ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલા, સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ નવનીતભાઈ તથા ક્લ્યાણ એજયુકેશન એન્ચ ચરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરવભાઈ જાની અને ટ્રસ્ટના તમામ સદસ્યો તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સમારોહમાં મહેમાનો દ્વારા બાળકોની પ્રતિભાને વધાવીને તેમને ભાવિ સફળતાની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન બાળકોની સર્જનાત્મક ડ્રોંઈગનું કાર્યક્રમ દરમિયાન બાળકોની સર્જનાત્મક ડ્રોંઈગનું પ્રદર્શન પણ યોજાયું હતું.

કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ ગૌરવભાઈ જાનીએ એક મહત્વપૂર્ણ સામાજિક જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે આ આવનારી દિવાળી પર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને મીઠાઈ, કપડાં અને આનંદના પળો પહોંચાડવા માટે ટ્રસ્ટ વિશેષ સેવા અભિયાન શરૂ કરી રહ્યું છે.

તેમણે સમસ્ત નાગરિકોને અપીલ કરી કે પોતાના ઉપયોગમાં ન આવતા કપડાં, રમકડાં અથવા અન્ય વસ્તુઓ સ્વચ્છ રીતે ભેગી રાખી કલ્યાણ ટ્રસ્ટ સુધી પહોંચાડે જેથી તે વસ્તુઓ યોગ્ય રીતે જરૂરિયાત મંદ બાળકો સુધી પહોંચાડવામાં આવી શકે છે.

ટ્રસ્ટના સંચાલક મંડળે જણાવ્યું કે આવનારા દિવસોમાં આવા વધુ શૈક્ષણિક અને પ્રેરણાદાયક કાર્યક્રમો સમગ્ર જિલ્લામાં યોજીને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય ચાલુ રહેશે.કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાનો જજમંડળ, શિક્ષકો, વાલીઓ અને સહયોગીઓને હાર્દિક આભાર વ્યકત કરીને કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો.

















