
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સેવા ભારતી કાર્યાલય રાજકોટ ખાતે યોજાઈ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ક્ષેત્રીય પાલક તથા કેન્દ્રીય સહમંત્રી ગોપાલજી, કેન્દ્રીય સહમંત્રી તથા અખિલ ભારતીય સેવા સહપ્રમુખ આનંદજી હરબોલાજી,

ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી દેવજીભાઈ મિયાત્રા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ સહમંત્રી તરીકે કમલભાઈ અશોકભાઈ દવે અને સૌરાષ્ટ્ર પ્રાંત વિમર્શ સહપ્રમુખ અને મોરબી જીલ્લા મંત્રી તરીકે ભાવિકભાઇ ભટ્ટની નિમણુંક કરવામાં આવી હતી.





























