
મોરબી નજીકના ભરતનગર ગામ પાસે આવેલ ભરત વન ફાર્મ ખાતે આગામી તા. 4 ને રવિવારના રોજ પૂર્વ સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના કલેક્ટર હાજર રહેશે.

રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીએ અખબાર યાદીમાં જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે ભરત વન ફાર્મ ખાતે તા. 4/1 ને રવિવારના રોજ સવારે 11:00 થી બપોરના 2:00 વાગ્યા દરમ્યાન જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પૂર્વ સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

અને તેમાં મોરબી જિલ્લામાં રહેતા પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ તેઓના પરિવારજનો સહિતના હાજર રહેશે. મોરબીમાં રહેતા પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ સહિતનાઓએ આ કાર્યક્રમમાં આવવા માટે આયોજકોએ જણાવ્યુ છે.














