
મોરબી : પવિત્ર ભારત ભૂમિ પર પ્રગટેલી સનાતન હિન્દુ સંસ્કૃતિ વિશ્વ કલ્યાણનો માર્ગ દર્શાવે છે.

હિન્દુ જાગરણની દિશામાં નવી ઉર્જા અને ચેતના પ્રદાન કરવા માટે મોરબીના એસ.પી. રોડ ખાતે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ રવિવાર, તા. 15 માર્ચ 2025ના રોજ રાત્રે 8:30 કલાકે દેવ ફાર્મ, એસ.પી. રોડ – મોરબી ખાતે યોજાશે. કાર્યક્રમમાં હિન્દુ સમાજના આગેવાનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે.

કાર્યક્રમમાં પૂજ્ય સ્વામીશ્રી ધર્મબંધુજી મહારાજ (પ્રાંસલા) મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપશે, જ્યારે મહંત નિરંજન દાસજી મહારાજ (ઉધિયા આશ્રમ – મોરબી)ના આર્શીવાદ પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમનું આયોજન હિન્દુ સંમેલન સમિતિ – એસ.પી. રોડ, મોરબી દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકોએ હિન્દુ સમાજના તમામ ભાઈ-બહેનોને પરિવાર સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરી છે.













