HomeAllમોરબીના ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગમાં 22 જુલાઈએ આયોજનબદ્ધ વીજકાપ

મોરબીના ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગમાં 22 જુલાઈએ આયોજનબદ્ધ વીજકાપ

મેન્ટેનન્સ અને MVCC કામગીરીને પગલે વિવિધ ફીડરો હેઠળના રહેણાંક, વ્યાવસાયિક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં નિર્ધારિત સમય સુધી વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી : PGVCLના ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ બુધવાર, તા. 22 જુલાઈ, 2026ના રોજ વીજ લાઈન પર જરૂરી મેઇન્ટેનન્સ તેમજ MVCC કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વિભાગ હેઠળના વિવિધ ફીડરોમાં આયોજનબદ્ધ રીતે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

નાયબ ઇજનેર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ભરતનગર સબસ્ટેશનના મેક્સવર્લ્ડ ફીડર અને પોઝિટિવ ફીડર પર સવારે 8:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી, જ્યારે વિનાર્ટ ફીડર પર સવારે 8:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

આ ઉપરાંત નવા વાંકડા 66 KV સબસ્ટેશનમાંથી નીકળતા મહાવીર JGY ફીડર પર સવારે 8:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી તેમજ ઘૂંટુ રોડ સબસ્ટેશનના વિવાન્તા ફીડર પર સવારે 8:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

આ તમામ ફીડરો હેઠળ આવતા રહેણાંક, વ્યાવસાયિક તેમજ ઔદ્યોગિક (HT) વીજ ગ્રાહકોને નિર્ધારિત સમયગાળા દરમિયાન વીજ પુરવઠો ઉપલબ્ધ નહીં રહે. PGVCL દ્વારા ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન જરૂરી આયોજન કરી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments