HomeAllમોરબીના ગ્રીનચોક પર રીડિંગ લાઈબ્રેરી કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લી મુકાઈ

મોરબીના ગ્રીનચોક પર રીડિંગ લાઈબ્રેરી કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લી મુકાઈ

મોરબીના ગ્રીનચોક ઉપર વર્ષો પહેલા જ્યાં લાઇબ્રેરી હતી ત્યાં ફરી પાછી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રીડિંગ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ત્યાં યુપીએસસી અને જીપીએસસી સહિતની પરીક્ષાઓ માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જરૂરી પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે.

મોરબીમાં વર્ષો પહેલા ગ્રીનચોકની ઉપરના ભાગમાં લાઇબ્રેરી હતી પરંતુ ભૂકંપ આવ્યા બાદ તે બંધ થઈ હતી અને ત્યારબાદ થોડા સમય માટે આ લાઇબ્રેરી શરૂ થઈ હતી જોકે, ત્યાર પછી આ લાઇબ્રેરી બંધ થઈ ગયેલ હતી અને ત્યાં જે પુસ્તકો હતા તે પુસ્તકોને અન્ય લાઈબ્રેરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા પરંતુ મહાનગરપાલિકા દ્વારા મોરબીની એક પછી એક સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

તેના ભાગરૂપે મોરબીના ગ્રીનચોકમાં જે લાઇબ્રેરી ઉપરના ભાગે ચાલુ હતી તે લાઇબ્રેરીને આજે રીડિંગ લાઇબ્રેરી તરીકે પુન: ખુલ્લી મૂકવામાં આવેલ છે અને કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા તે લાઇબ્રેરીને ખુલ્લી મુકવામાં આવી હતી.

અને તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં આ લાઇબ્રેરીમાં યુપીએસસી, જીપીએસસી સહિતની સ્પર્ધાત્મ પરિક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટેના જરૂરી પુસ્તકો આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને વાંચન માટે જે પ્રકારના વાતાવરણની જરૂર હોય છે તે પ્રકારનું વાતાવરણ અહિયાં તેઓને મળી રહેશે. જેથી મોરબીના વધુમાં વધુ લોકો દ્વારા આ લાઇબ્રેરીનો લાભ લેવામાં આવે તેવી કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!