

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગબોર્ડમાં રહેતા પરિવારની દીકરી ઘરે કોઈને કશું કહ્યાવગર નીકળી ગયેલ છે અને તેને શોધવા છતાં પણ કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી જેથી યુવતીના પરિવારજન દ્વારા આ બાબતે મોરબી બી ડિવિઝન પોલીસસ્ટેશન ખાતે જાણ કરવામાંઆવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેઆવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા રાજેન્દ્રસિંહ ગિરીશસિંહ કરગીયાની 19 વર્ષની દીકરી માનસીબેન ગત તા. 13/2 ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ છે અનેતેનો કોઈ જગ્યાએથી પતોલાગેલ નથી જેથી આ બાબતે તેના પરિવારજન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે ગુમસુધાની નોંધ કરીને યુવતીને શોધવા માટે તજવીજ હાથધરી છે.

વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે યુવતીને જમણા હાથમાં ઓમ તોફાવેલ છે અને તે ઘરેથી નીકળી હતી ત્યારે તેણે બ્લુ કલરનું ટોપઅને આછા દુધિયા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું હતું આ યુવતીનો કોઈ જગ્યાએ પતો લાગે અથવા તો કોઈને તેની જાણ હોય તોમોરબી બી ડિવિઝન પોલીસસ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઝાપડિયા મો. નં. 97140 64419 અથવા મોરબી બી ડિવિઝન પોલીસસ્ટેશનના મો. નં. 63572 40718 ઉપર જાણ કરવા માટે જણાવ્યું છે


















