
મોરબીના જેતપર ગામે હનુમાન મંદિરનુ પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાર બાદ ગઇકાલે હનુમાનજી મંદિર ખાતે બોસીયા પરિવાર તેમજ ઝંઝવાડીયા પરિવારના યજમાન પદે હનુમાન જયંતી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે રામજી મંદિરના ચોકથી હનુમાનજીના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

આ શોભાયાત્રા બાદ મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં રામજી મંદિરના મહંત પ્રકાશ મહારાજ, મહાકાલેશ્વર શિવ મંદિરના મહંત બલરાજગીરી બાપુ, જડેશ્વર મંદિરના મહંત ભાણદાસ બાપુ, દુધઈ જગ્યાના મોહન ગુરુ કેશવદાસ બાપુ, હળવદ ગુરુ સેવાળદાસ બાપુ વગેરે સંતો તેમજ અનુસૂચિત જાતિ મોરચાના મોરબી જિલ્લા પ્રમુખ વિઠ્ઠલભાઈ ચાવડા તેમજ પૂર્વ પ્રમુખ બાબુભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા.
















