
મોરબી જલારામ ધામ ખાતે સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ.દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો 368 દર્દીઓએ લાભ લીધો હતી. અને અત્યાર સુધીના 52 કેમ્પમાં કુલ 14771 લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.

સમગ્ર ગુજરાત ની નંબર 1 આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને જલારામ ધામ ખાતે આ વખતનો કેમ્પ યોજાયો હતો તેનો 368 દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત 174 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.

આ કેમ્પ સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ.દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે વિનુભાઈ ચગ, પ્રતાપભાઈ ચગ, ડો.અશ્ર્વિનભાઈ ચગ, ભાવેશભાઈ ચગ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિતની તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી.













