
વિસ્તારમાં રોગચાળાનો ભય, લોકોમાં ભારે રોષ મોરબીમાં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં મેઈન રોડ પર ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.આ અંગે અવાર-નવાર… વિસ્તારમાં રોગચાળાનો ભય, લોકોમાં ભારે રોષ મોરબીમાં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં મેઈન રોડ પર ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.

આ અંગે અવાર-નવાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે ત્રાજપર ખારી વિસ્તારના રહીશે જણાવ્યું હતું કે, છેલ્લા 5 મહિનાથી રહીશો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

આ અંગે પાર્થભાઈને રજુઆત કરતા તેઓએ ઉચ્ચઅધિકારીઓને રજુઆત કરવા જણાવ્યું હતું. જ્યારથી મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારથી આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

મુસાફરોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગંદકીને કારણે આસપાસના વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્યને લઈને ભીતિ પણ સેવાઈ રહી છે.ત્યારે જો કોઈ માંદગીનો ભોગ બને તો જવાબદાર કોણ ? વગેરે જેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

મહત્વનું છે કે, મોરબીમાં અવારનવાર અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યું છે.ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોઈ તેમ આંખ આડા કાન કરીને બેસી રહ્યાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે.
























