HomeAllમોરબીના મહેનDhurandhar 2ની કમાલ, રિલીઝ થવાના 10 દિવસ પહેલા જ 8 કરોડથી...

મોરબીના મહેનDhurandhar 2ની કમાલ, રિલીઝ થવાના 10 દિવસ પહેલા જ 8 કરોડથી વધુની કમાણી કરી , શું પહેલા ભાગનો રેકોર્ડ તોડી શકશે? આયોજન

રણવીર સિંહની ફિલ્મ “ધુરંધર” નો પહેલો ભાગ બ્લોકબસ્ટર સાબિત થયો. બીજા ભાગનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે, જેનાથી ચાહકોના ઉત્સાહમાં વધારો થયો. હવે જ્યારે બીજો ભાગ રિલીઝ થવાનો છે, તો ચાલો જાણીએ કે ફિલ્મની એડવાન્સ બુકિંગમાં કેટલી ટિકિટ વેચાઈ છે.

આ વર્ષે જે ફિલ્મની ચાહકો સૌથી વધારે રાહ જોઈ રહ્યા છે. તે રણવીર સિંહની ધુરંધર 2 ફિલ્મ છે. ટ્રેલર જોયા બાદ ચાહકો ધુરંધર 2ના ખુબ વખાણ કરી રહ્યા છે.હવે ચાહકો 19 માર્ચની રાહ જોઈ રહ્યા છે. ધુરંધર ધ રિવેંઝની રિલીઝને હજુ થોડા દિવસની વાર છે. ત્યારે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થઈ ચૂક્યું છે. આ સાથે ચોંકાવનાર આંકડાઓ પણ સામે આવ્યા છે.

19 માર્ચ 2026ના રોજ રણવીર સિંહ ફરી એક વખત બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે આવી રહ્યો છે. પહેલી ફિલ્મ જેટલી શાનદાર રહી છે. તેને જોઈ લાગી રહ્યું છે કે, ધુરંધર 2ને પણ સારો રિસ્પોન્સ મળશે. 19 માર્ચના રોજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને 18 માર્ચના રોજ આ ફિલ્મ પેઇડ પ્રિવ્યૂ છે. ‘ધુરંધર 2’ એ ફક્ત પેઇડ પ્રિવ્યૂના એડવાન્સ બુકિંગથી કરોડોની કમાણી કરી છે.

રિલીઝ પહેલા ધુરંધરે કરી કરોડોની કમાણી
ધુરંધર 2ની જો આપણે વાત કરીએ તો રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગ શરુ થઈ ચૂક્યું છે. ફિલ્મના પહેલા પાર્ટે એડવાન્સ બુકિંગ મામલે 9-10 કરોડ રુપિયાની કમાણી કરી હતી. પરંતુ બીજા પાર્ટે એક જ દિવસમાં 8 કરોડની કમાણી કરી છે. Sacnilkના રિપોર્ટ મુજબ અત્યારસુધી 8.83 કરોડની કમાણી કરી છે.

હિન્દીમાં 1 લાખ 35 હજાર ટિકિટ વેચાઈ
ફિલ્મના ટોટલ 6684 શો છે. જેમાંથી 6457 શો હિન્દીભાષામાં છે. હિન્દી ફિલ્મના 1 લાખ 35 હજાર ટિકિટ વેચાઈ ચૂકી છે. તો બ્લોક સીટ્સની સાથે ફિલ્મે 13.25 કરોડની કમાણી કરી લીધી છે. સૌથી વધારે ઓક્યુપેસી અત્યારસુધી દિલ્હી એનસીઆરમાં છે. ફિલ્મની જે રીતે એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તેને જોઈ લાગી રહ્યું છે કે, ધુરંધર 2 ટુંક સમયમાં હાઈએસ્ટ એડવાન્સ બુકિંગવાળી ફિલ્મોના લિસ્ટમાં સામેલ થઈ શકે છે. તેમજ પોતાના પહેલા પાર્ટનો રેકોર્ડ પણ તોડી શકે છે.

હાલમાં આ ફિલ્મોથી પાછળ
સૌથી વધુ એડવાન્સ બુકિંગ ધરાવતી ટોચની પાંચ ફિલ્મોની વાત કરીએ તો, “એવેન્જર્સ: એન્ડગેમ” 975,000 ટિકિટો વેચાઈને પ્રથમ ક્રમે છે. “બાહુબલી 2” 650,000 ટિકિટો વેચાઈને બીજા ક્રમે છે. શાહરૂખ ખાનની “જવાન” 557,000 ટિકિટો વેચાઈને ત્રીજા ક્રમે છે. “પઠાણ” 556,000 ટિકિટો વેચાઈને ચોથા ક્રમે છે. “સ્પાઈડર-મેન: નો વે હોમ” 550,000 ટિકિટો વેચાઈને પાંચમા ક્રમે છે.

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમ ખાતે હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને સમાજ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે હિન્દુ સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું છે આજે તા.7 ના રોજ રાત્રે 9:00 કલાકે આ કાર્યક્રમ યોજાશે.

મહેન્દ્રનગર ગામે આવેલ શિવ મંદિરથી રામધન આશ્રમ સુધી પહેલા રાત્રે 8:00 કલાકે શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ હિન્દુ સમાજના લોકો ભાગ લેશે. આ સંમેલનનો મુખ્ય સંદેશ હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કોઈ નહીં સહે રહેશે. આ તકે મુખ્ય વક્તા તરીકે દેવેન્દ્રભાઈ દેવે (સહ કાર્યવાહ-સૌરાષ્ટ્ર પ્રાંત, ) ઉપસ્થિત રહી હિન્દુ સમાજને સંબોધિત કરશે.

આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે ભાણદેવજી મહારાજ, ભાવેશ્વરી માતાજી, દેવાનંદગિરી બાપુ, પૂર્ણપ્રકાશ સ્વામી, સરદમુનિ ઉદાસીન, જય દેવઆનંદ ગીરનારી ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ સંમેલન સમિતિ, મહેન્દ્રનગર મંડળ દ્વારા કરાયું છે અને કાર્યક્રમમાં સૌજન્ય હરિ ઓમ નાસ્તા ઝોન-મહેન્દ્રનગર ચોકડી દ્વારા આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા હિન્દુ સંમેલન સમિતિ મહેન્દ્રનગરની ટિમ જહેમત ઉઠાવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!