

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે રાત્રિના નવા વાગ્યાના અરસામાં રામધન આશ્રમની સામે આવેલ સુપર માર્કેટ કોમ્પલેક્ષમાં એક દુકાનમાં કોઈ કારણોસર આગ લાગતા ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને દુકાનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી.

ત્યારબાદ મોડી રાત્રિના સમયે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક કાર સ્પાની બાજુમાં કચરાનો ઢગલામા આગ લાગતા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી જો કે, સદ્નસીબે આ બે ઘટનામાં કોઈપણ જગ્યાએ કોઈ જાનહાની થયેલ નથી.













