HomeAllમોરબીના મહેન્દ્રનગર ગામે જીજ્ઞેશ કૈલાના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ પ્રાર્થના હોલનું લોકાર્પણ

મોરબીના મહેન્દ્રનગર ગામે જીજ્ઞેશ કૈલાના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ પ્રાર્થના હોલનું લોકાર્પણ

મોરબીના મહેન્દ્રનગર ગામે હંસરાજભાઈ જેરામભાઈ કૈલાની પ્રેરણાથી અને તેમના દીકરા જીગ્નેશભાઈ કૈલાના આર્થિક સહયોગથી મોક્ષધામમાં પ્રાર્થના હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેની લોકાર્પણ વિધિ વિજયાદશમીના દિવસે રાખવામા આવી હતી આ કાર્યક્રમમાં બગથાળા નકલંકધામ મંદિરના મહંત દામજીભગત તથા મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના ભાવેશ્વરી માતાજી હાજર રહ્યા હતા.

અને તેઓના હસ્તે પ્રાર્થના હોલનું લોકાર્પણ કરવામાં આકવ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારે જીજ્ઞેશભાઈ કૈલાએ પોતાની જન્મ ભૂમિ અને કર્મભૂમિ પ્રત્યે ઋણ અદા કરવાની વાત કરી હતી અને જીજ્ઞેશભાઈ કૈલાના રૂપિયા 17,51,000 ના આર્થિક માતબર દાનથી મહેન્દ્રનગરમાં આધુનિક પ્રાર્થના હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!