
મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે ફિટનેસ વુમન્સ યોગ ગૃપ, ગુજરાત રાજ્ય યોગ બોડે અને બહુચર ગરબાના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં કરવામાં આવ્યું હતું આ રકતદાન કેમ્પમાં 35 થી વધુ લોકોએ રકતદાન કર્યું હતું.

આ કેમ્પમાં જે બોટલો એકત્રિત થયેલ છે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવેલ છે. આ કેમ્પનું આયોજન કાજલબેન આદ્રોજા, નિમિષાબેન માકડિયા, હંસાબેન રંગપરીયા, જોસનાબેન સુરાણી અને રંજનબેન શેરસીયા દ્વારા કરવામાં આવ્યું હતું














