HomeAllમોરબીના રાજપર ગામેથી મહારાષ્ટ્ર પોલીસે 320 ગુણી સોપારી જપ્ત કરી, રાજપર ગામ...

મોરબીના રાજપર ગામેથી મહારાષ્ટ્ર પોલીસે 320 ગુણી સોપારી જપ્ત કરી, રાજપર ગામ સહિતના શખ્સોની શોધખોળ

મોરબીના રાજપર ગામે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર પોલીસ ટીમ દ્વારા સર્ચ રેડ કરવામાં આવતા રાજપર ગામે ગોડાઉનમાંથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચીટીંગ કરીને મેળવવામાં આવેલી 320 ગુણી સોપારી મળી આવતા સોપારી જપ્ત કરી હતી અને રાજપરના એક ઇસમ તથા જે તે વખતે ટ્રકના માલિક અને ચાલકની શોધખોળ શરૂ કરી છે.

તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સંતોષ મિસ્લે બાતમીને આધારે તપાસ માટે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી તાલુકાના રાજપર ગામે તપાસ કરતા અહીં લક્ષ્મણભાઈ રવજીભાઈ નકુમનું ગોડાઉન ભાડે રાખીને તેમાં ડેનિસ કાંતિલાલ મારવાણીયા રહે. રાજપર તા.મોરબીએ સોપારીનો જથ્થો સંગ્રહિત કરીને રાખ્યો હતો.

મહારાષ્ટ્ર ખાતેથી ચીટીંગ કરીને આ 320 ગુણી સોપારી ટ્રક નંબર જીજે 19 એકસ 4462 માં લાવવામાં આવ્યો હોય હાલ આ સોપારીનો જથ્થો મહારાષ્ટ્ર પોલીસે તેઓના ટ્રક નંબર એમએચ 18 એસી 2299 માં ભરીને મહારાષ્ટ્ર ખાતે રવાના કરેલ છે.

અને આ કેસમાં રાજપર ગામના ડેનિસ કાંતિલાલ મારવાણીયા કે જેને ગોડાઉન ભાડે રાખીને અહીં આ સોપારીનો જથ્થો સંગ્રહિત કર્યો હતો તેની તથા ટ્રકના ચાલક અને ટ્રકના માલિકની શોધખોળ શરૂ કરેલ હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!