રાત્રે ગેસ લીકેજ થયો, સવારે દિવાસળી પેટાવતા જ આગ ભભૂકી: પાંચેય દાઝી ગયેલા શ્રમીકોને રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા

મોરબી જીલ્લાનાં રંગપર ગામે આવેલી રેબન સીરામીક નામની કંપનીમા ઓરડીમા ગેસ લીકેઝ થયા બાદ શ્રમીકે દીવાસળી પેટાવતા સગીર સહીત પાંચ લોકો દાઝી ગયા હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમજ દાઝી ગયેલા મજુરોને સારવાર માટે રાજકોટની સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા. આ અંગે રાજકોટની સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે પાચેયનાં નીવેદન લેવા તજવીજ શરુ કરી છે.
વધુ વિગતો મુજબ મોરબી જીલ્લાનાં રંગપર ગામે જેતપર રોડ પર આવેલી રેબન સીરામીક નામની કંપનીમા ગઇકાલે સાંજનાં સમયે ઓરડીમા ગેસ લીકેજથી ઓરડીમા ગેસ ફેલાયો હતો. ત્યારબાદ શ્રમીકોએ જાગીને દીવાસળી પેટાવતા જ ભડકો થયો હતો અને એક સગીર સહીત પાંચ મજુરો દાઝી ગયા હતા. આ દાઝી ગયેલા શ્રમીકોમા ઇતવાડી બંગાલી (ઉ.વ. રર ), સુરજ બકસી (ઉ.વ. રપ), અમન બકસી (ઉ.વ. ર3 ), વિનય બકસી (ઉ.વ. 17 ) શીવા ભરત (ઉ.વ. ર3 ) ને સારવાર માટે તુરંત રાજકોટની સિવીલ હોસ્પીટલે આવેલા બર્ન્સ વિભાગમા ખસેડાયા હતા.

ત્યા જાણવા મળ્યુ હતુ કે પાંચેય શ્રમીકો મુળ રાજસ્થાનની વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી આ કંપનીમા આવેલી ઓરડીમા રહી ટાઇલ્સ બનાવવાનુ કામ કરે છે. શ્રમીકોએ જણાવ્યુ હતુ કે તેઓ બધા સુતા હતા ત્યારે ઓરડીમા ગેસ લીકેજ થયો હતો જેને કારણે ગેસ સમગ્ર ઓરડીમા ફેલાઇ ગયો હતો અને જાગીને એક શ્રમીકે દીવાસળી પેટાવતા ભડકો થયો હતો અને આગમા પાંચેય શ્રમીકો મોઢા પર અને શરીરે ગંભીર રીતે દાઝયા હતા . હાલ તમામની રાજકોટ સિવીલ હોસ્પીટલમા સારવાર ચાલી રહી છે.







