
મોરબીના રવાપર ગામ પાસે આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી આવતું ન હોવાના કારણે સ્થાનિક મહિલાઓ મહાપાલિકાની કલસ્ટર ઓફિસ ખાતે પહોંચી હતી અને પાણી વિતરણ નિયમિત અને સમયસર કરવામાં આવે તેવી મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

મોરબીના રવાપર ગામમાં છેલ્લા છ દિવસથી રોયલ પાર્ક વિસ્તારમાં પાણી આવતું ન હોવાથી પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે આ અંગે સ્થાનિક મહિલાઓ સહિતના લોકો દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી અને ત્યારબાદ શુક્રવારે મહિલાઓ રવાપર ગામે આવેલ મહાકાલિકાની ક્લસ્ટર કચેરી ખાતે જઈને પાણી નિયમિત અને સમયસર આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

ત્યારે સ્થાનિક જવાબદાર કર્મચારી કહ્યું હતું કે, હાલમાં પાણીની લાઈનનું હાલમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું છે જેથી પાણી આપવામાં આવી રહ્યું નથી. જો કે, તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી સ્થાનિક લોકોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવીને પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરવી પડે છે ત્યારે આ વિસ્તારના લોકોને નિયમિત અને સમયસર પાણી આપવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.














