HomeAllમોરબીના રવાપરમાં આજે 24 ફેબ્રુઆરીએ ભવ્ય “હિંદુ મહા સંમેલન” યોજાશે

મોરબીના રવાપરમાં આજે 24 ફેબ્રુઆરીએ ભવ્ય “હિંદુ મહા સંમેલન” યોજાશે

મોરબી: શહેરના રવાપર વિસ્તારમાં આજે તા. 24 ફેબ્રુઆરી, 2026ના રોજ ભવ્ય “હિંદુ મહા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું છે. હિંદુ મહા સંમેલન સમિતિ – ક્રિષ્ના વસતી, રવાપર રોડ દ્વારા યોજાનાર આ વિશાળ કાર્યક્રમ રાત્રે 8:00 કલાકે શક્તિ ટાઉનશીપની બાજુમાં, કુળદેવી પાન સામેના મેદાન ખાતે યોજાશે.


“હિંદુ જાગશે, તો રાષ્ટ્ર જાગશે, રાષ્ટ્ર જાગશે, તો વિશ્વનું કલ્યાણ થશે” ના મંત્ર સાથે યોજાનાર આ સંમેલનમાં સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, સ્વદેશી પ્રત્યે પ્રતિબદ્ધતા, નાગરિક કર્તવ્યો અને કુટુંબ પ્રબોધન જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.


કાર્યક્રમમાં નકલંક મંદિર બગથળનાં મહંત દામજી ભગત આશીર્વચન આપશે. ઉપરાંત, ભજનાનંદ આશ્રમના સ્વામી આત્માનંદ સરસ્વતીજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતીલાલ ભાડેસિયા પણ ખાસ ઉપસ્થિતિ નોંધાવશે.


આ સંમેલનનો મુખ્ય હેતુ હિંદુ ધર્મની સેવા, સંસ્કારોનું સિંચન અને સમાજમાં સંગઠન ભાવનાને મજબૂત બનાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ભવ્ય નૃત્ય પ્રસ્તુતિઓ યોજાશે, જે ઉપસ્થિત જનમેદનીને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊર્જાથી પ્રેરિત કરશે.


આયોજક સમિતિ દ્વારા મોરબી સહિત આસપાસના વિસ્તારોના ધર્મપ્રેમી નાગરિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
વધુ માહિતી માટે મહેશભાઈ વેકરીયા (મો. 99097 57498) તથા જીતલભાઈ ઠોરિયા (મો. 96389 99955)નો સંપર્ક કરવા જણાવાયું છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!