HomeAllમોરબીના શૈક્ષિક મહાસંઘની નવ નિયુક્ત શિક્ષણ મંત્રીની શુભેચ્છા મુલાકાત

મોરબીના શૈક્ષિક મહાસંઘની નવ નિયુક્ત શિક્ષણ મંત્રીની શુભેચ્છા મુલાકાત

મોરબી, રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સુત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ હંમેશા રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી કાર્ય કરીને હમારા વિદ્યાલય હમારા સ્વાભિમાન, હમારા વિદ્યાલય, હમારા તીર્થની પરિકલ્પનાને સાર્થક કરી રહ્યા છે.

સાથે સાથે શિક્ષકોના વહીવટી પ્રશ્નો જેવા કે નવી પેંશનમાંથી જૂની પેન્શન (ઓપીએસ)માં સમાવેશ થયેલા શિક્ષકોના જીપીએફ ઓપન કરવાનું કામ હોય, શિક્ષકોના ૠ-કાર્ડ કઢાવવાની કામગીરી,લાયકાત ધરાવતા શિક્ષકો ટીપીઈઓ,મામલતદાર જેવી કલાસ-2 ની પરીક્ષા માટે લાયક ગણવા તેમજ બીએલઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે તંત્ર સમક્ષ પરિણામલક્ષી રજુઆત કરી

બીએલઓને ઓન ડ્યુટી અપાવવી, સહાયકની વ્યવસ્થા કરાવવી, મોટા ભાગના અન્ય વિભાગના કર્મચારીઓને ડેટા એન્ટ્રી ઓપરેટરની કામગીરી અપાવવી, સમય મર્યાદા વધારી અપાવવા વગેરે રજૂઆતોની સાથે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ જેમ કે શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવામાં આધારકાર્ડની ફરજીયાત જરૂર હોય,ઘણાં વિદ્યાર્થીઓ પાસે આધારકાર્ડ ન હોવાને કારણે અથવા અપડેટ ન થયું હોવાના કારણે શિષ્યવૃત્તિથી વંચિત ન રહી જાય એ માટે તેમજ પીએમશ્રી શાળાઓમાં નાણાંકીય વહીવટ માટે IFMS માં પડતી મુશ્કેલીઓ તેમજ ફિક્સ પગારદાર કર્મચારીઓ માટેની રજુઆતો વગેરે રજૂઆતો કરવામાં હંમેશા અગ્રેસર રહેનાર શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓએ નવ નિયુક્ત કેબિનેટ શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!