જુના યુનિટોમાં નાણા ફસાઇ ગયા : 153 સી.સી.રોડની વ્હેલી તકે મંજુરી આપવા પણ માંગણી મુકી

મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીક યુનિટોમાંથી ઘણા બધા જુના યુનિટો બંધ પડ્યા છે પરંતુ બાંધકામની જંત્રીની વિસંગતતાના કારણે તે યુનિટોના વેચાણ થતા નથી અને ઉદ્યોગકારોના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે આ બાબતને લઈને મોરબી સિરામિક એસોસિયેશનના આગેવાનો અહીંના ધારાસભ્ય અને માજી સાંસદને સાથે રાખીને મુખ્યમંત્રીને મળ્યા હતા.

અને આ બાબતે રજૂઆત કરી હતી ત્યારે આ પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તેના માટેની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે તે ઉપરાંત ઝડપથી સારા રોડ રસ્તા મળે અને સફાઈ માટેના સાધનો મળે તેના માટેની રજૂઆતમાં પણ મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે તેવી ખાતરી આપેલ છે.

ધારાસભ્ય દુર્લ્લભજીભાઇ દેથરિયા અને માજી સાંસદ મોહનભાઇ કુંડારિયા સાથે એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયા તેમજ હરેશભાઇ બોપલિયા અને પુર્વ પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા ગાંધીનગર ગયા હતા અને ત્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેઓના નિવાસ સ્થાને રૂબરૂ મળ્યા હતા. જેમા સિરામિક ઉધોગના વિવિધ પ્રશ્નોની વિગતે રજુઆત કરી હતી.

ખાસ કરીને બાંધકામમાં ઉંચા જંત્રીના દરોને લિધે મોરીમાં જુના બંધ થઇ ગયેલા યુનિટોની લે વેચમાં તકલિફ ઉભી થાય છે તે બાબતે રજુઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવીને તાત્કાલિક નિરાકરણ આવે તે દિશામાં કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

વધુમાં સિરામિક એસો.ના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, હાલમાં સિરામિક ક્લસ્ટરમાં ટોટલ 55 ઇન્ટરનલ રોડ રસ્તા 400 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે જેથી આશરે 90 કિમીને સારી ગુણવત્તા અને ટકાઉ સીસી રોડ ઉધોગને મળ્યા છે. જે બાબતે રોડ સલગ્ન અધિકારીઓને એસોસિએશન દ્રારા બિરદાવ્યા હતા અને બાકી રહેતા 153 સીસી રોડ રસ્તાની વહેલી તકે મંજુરી મળી જાય તે બાબતે રજુઆત કરી હતી.

જેમાં મુખ્યમંત્રીએ ફાઇલને તાત્કાલિક વર્ક ઓડર આપી દેશે તેવો અભિગમ દાખવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી જ્યારે મોરબી આવ્યા હતા ત્યારે સ્વચ્છતા બાબતે વિશેષ ભાર મુ્કયો હતો જે બાબત ના સ્મરણો યાદ કરાવી સિરામિક ક્લસ્ટરમાં રોડ સફાઇ બાબતે રોડ સફાઇ માટેના છ નંગ ટ્રક (રોડ – સ્વિપર) ની માંગણી કરી હતી જે બાબતની દરખાસ્તમાં હકારાત્મક અભિગમ સાથે ત્વરીત કાર્યવાહી કરશે. તેવી ખાતરી આપી હતી.














