HomeAllમોરબીના સિરામિક ઉદ્યોગને નવી ટેકનોલોજી અને દિશા આપશે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026

મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ટેકનોલોજી અને દિશા આપશે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026

300 થી વધુ બ્રાન્ડ જોડાઇ: એમએસએમઇ માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવો મોટી જરૂરિયાત: હરેશભાઇ બોપલીયા

ગાંધીનગર સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026 ના 20મા એડિશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સિરામિક ઉદ્યોગમાં વપરાતા રો મટિરિયલ્સ અને મશીનરીમાં જે ફેરફારો આવતા હોય તેની માહિતી ઉત્પાદકોને મળે અને ખર્ચ નિયંત્રણ સાથે સ્માર્ટ ટેકનોલોજીના અમલીકરણનો કરી ઉપયોગ કરી શકાય તેના ઉપર ભાર મૂકવામાં આવેલ છે.

મેસે મૂંચેન ઈન્ડિયા અને યુનિફેર એક્ઝિબિશન્સ સર્વિસ કો. લિ. દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ત્રણ દિવસીય B2B ટ્રેડ ફેરમાં 300થી વધુ અગ્રણી બ્રાન્ડસ ભાગ લઈ રહી છે. અને પ્રદર્શનમાં સીરામિક રો મટીરીઅલ્સ, આધુનિક મશીનરી, પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ અને સંબંધિત નવીન ટેકનોલોજીઓ રજૂ કરવામાં આવી છે.

હાલ ઉદ્યોગની ચર્ચાઓ મુખ્યત્વે ઉત્પાદન કાર્યક્ષમતા વધારવા, ઊર્જા ખર્ચ નિયંત્રિત કરવા અને સ્થિર ગુણવત્તા જાળવવા પર કેન્દ્રિત હોવાનું સ્પષ્ટ જાહેર થાય છે. આંતરરાષ્ટ્રીય ભાગીદારી પણ નોંધપાત્ર રહી છે.

બેલ્જિયમ, બલ્ગેરિયા, ચીન, જર્મની, ઇટાલી, જાપાન, પોર્ટુગલ અને સ્લોવેનિયા સહિત કુલ આઠ દેશોના પ્રદર્શકો આ ટ્રેડ ફેરમાં ભાગ લીધેલ છે. ખાસ કરીને જર્મની અને ઇટાલી દ્વારા રજૂ કરાયેલા પેવિલિયન્સ યુરોપિયન ટેકનોલોજી સપ્લાયર્સનો ભારતીય બજાર પ્રત્યેનો વધતો રસ દર્શાવે છે.

મોરબી સીરામિક એસો.ના પ્રેસિડન્ટ હરેશભાઈ બોપાલિયાએ જણાવ્યું હતું કે, મોરબીની MSME યુનિટ્સ માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવો અને નાણાકીય જોખમ લીધા વિના સ્થિરતા લાવવી આજની સૌથી મોટી જરૂરિયાત છે. અને તેના માટે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026 જેવા પ્રદર્શનો ઉપયોગી છે આ ટ્રેડ ફેર અન્ય કંપનીઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, નજીકના ગાળાના પડકારો હોવા છતાં ભારતનો સીરામિક ઉદ્યોગ વૈશ્ર્વિક સપ્લાયર્સનું સતત ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. હવે ફોકસ માત્ર ઉત્પાદન ક્ષમતા વધારવાનો નથી, પરંતુ ઓટોમેશન, ડિજિટલ પ્રોસેસ કંટ્રોલ અને ઊર્જા ઑપ્ટિમાઇઝેશન પર વિશેષ રસ દેખાઈ રહ્યો છે. આ પરિવર્તન ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ધોરણો નજીક લાવે છે. ખાસ કરીને ઘરેલું માંગ ધીમે ધીમે સ્થિર થઈ રહી છે અને નિકાસ બજારો પસંદગી ભર્યા બની રહ્યા છે ત્યારે  ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026 ઉદ્યોગના બદલાતા સ્વરૂપનું સ્પષ્ટ પ્રતિબિંબ રજૂ કરે છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!