
ગૃહ મંત્રાલયે રાજ્યના 74 આઇપીએસ અને 30 જિલ્લા પોલીસ અધિક્ષકોની બદલી કરી છે. આ યાદીમાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની પણ બદલી કરવામાં આવી છે. હવે મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર એન. પટેલની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે IPS રાહુલ ત્રિપાઠીની બદલી અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દિવ્યક્રાંતિ ન્યૂઝના તંત્રી જયદેવ બુધ્ધભટ્ટીએ મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલી ખોટી એફઆઈઆર મામલે પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા સમક્ષ ગંભીર ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ બાદ પ્રેસ કાઉન્સિલે રાજ્યના DGP અને મોરબીના SPને સીધી નોટિસ ફટકારી હતી અને 15 દિવસમાં દોષિત અધિકારીઓ સામે શા માટે કાર્યવાહી કરવામાં નથી આવી તેની સ્પષ્ટતા માંગેલ હતી.




















