
પુલ દૂર્ઘટના બાદ સરકારની કાર્યવાહી, રાજકોટ ઝછઙ કાંડના જવાબદાર અધિકારીઓ સામે પણ એક્શન શરૂ થવાની શક્યતા મોરબી પુલ દુર્ઘટના મૂદે હાઇકોર્ટનાં કડક વલણ બાદ સરકારે… પુલ દૂર્ઘટના બાદ સરકારની કાર્યવાહી, રાજકોટ ઝછઙ કાંડના જવાબદાર અધિકારીઓ સામે પણ એક્શન શરૂ થવાની શક્યતા મોરબી પુલ દુર્ઘટના મૂદે હાઇકોર્ટનાં કડક વલણ બાદ સરકારે અધિકારીઓ સામે પગલા લેવાનુ શરૂ કર્યુ છે.

તત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલાને મળવા પાત્ર વાર્ષિક ઇજાફો ત્રણ વર્ષ માટે અટકાવી દેવામાં આવ્યો છે.આ અંગે જાણવા મળતી વિગતો મૂજબ હાઇકોર્ટમાં સરકારે મોરબી પુલ દુર્ઘટના બાદ અધિકારી સામે કાર્યવાહીનો અહેવાલ રજૂ કર્યો છે.

ગુજરાત સિવિલ સર્વિસ રૂલ 1971 મુજબ તાત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલા સામે પગલા લેવામાં આવ્યા છે.જે અંતર્ગત હાલમાં મળવાપાત્ર પગાર ધોરણમાં વાર્ષિક ઇજાફો ત્રણ વર્ષ માટે રોકી દેવામાં આવ્યો છે.

આગામી ત્રણ વર્ષ દરમિયાન તેમને મળતો વાર્ષિક ઇજાફો અટકાવીને સરકારે ૠઙજઈ ને જાણ પર કરી દીધી છે.રાજય સરકાર વતી શહેરી વિકાસ વિભાગ દ્વારા સોગંદનામુ કરી હાઇકોર્ટમાં જાણ કરાઇ છે.મોરબી દુર્ઘટના બાદ સંભવત: રાજકોટ ઝછઙ કાંડ મૂદે પણ સરકાર આકરી કાર્યવાહી કરીને હાઇકોર્ટમાં સોગંદનામુ કરશે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

























