HomeAllમોરબીના ઉદ્યોગકારોને મહિને 60 કરોડનું નુકશાન: મોંઘો ગેસ નહિ ખરીદે

મોરબીના ઉદ્યોગકારોને મહિને 60 કરોડનું નુકશાન: મોંઘો ગેસ નહિ ખરીદે

ગેસ સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી: ભાવ ઘટી શકે એમ હોવા છતા પ્રોપેન અને એલપીજીના ભાવ ઘટાડતા નથી: એસો.ની તાકીદની બેઠકમાં ખરીદી બંધ કરવા એલાન

મોરબીના સિરામિક ઉદ્યોગમાં પ્રોપેન ગેસ અને એલપીજી ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. જોકે, ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રોપેન અને એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થઈ ગયો છે .

તેમ છતાં પણ પ્રોપેર અને એલપીજી ગેસ સપ્લાય કરતી કંપનીઓ સિન્ડિકેટ બનાવીને ઊંચા ભાવે મોરબીના ઉદ્યોગકારોને ગેસ સપ્લાય કરે છે. જેથી કરીને મહિને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 70 કરોડનું નુકશાન થાય છે જેથી કરીને આજે સિરામિક ઉદ્યોગકારોની તાબડતોબ બેઠક મળી હતી જેમાં સિન્ડિકેટ બનાવીને પ્રોપેન અને એલપીજી ગેસની સપલાઇ કરતાં સપ્લાયરો પાસેથી ગેસની ખરીદી નહીં કરવાનો નિર્ણય સિરામિક ઉદ્યોગકારો દ્વારા સામૂહિક રીતે લેવામાં આવેલ છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે અને તેમાં સિરામિક પ્રોડક્ટના ઉત્પાદન માટે થઈને નેચરલ ગેસ ઉપરાંત પ્રોપેન અને એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જોકે, પ્રોપેન કેસ અને એલપીજી ગેસનો ઉપયોગ કરવા માટે મોરબીના ઉદ્યોગકારોએ તેના કારખાનામાં કરોડો રૂપિયાની મશીનરી ફીટ કરવી છે.

પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં છેલ્લા ત્રણ મહિનાથી પ્રોપેન અને એલપીજી ગેસનો ભાવ ઘટી ગયા છે તો પણ પ્રોપેન અને એલપીજી ગેસની સપ્લાય કરતી કંપની દ્વારા સિન્ડિકેટ બનાવીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ઊંચા ભાવે ગેસની સપ્લાઈ કરવામાં આવે છે.

જેથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસના ભાવ ઘટી ગયા હોવા છતાં પણ ભાવનો ઘટાડો મોરબીના ઉદ્યોગકારોને આપવામાં આવતો નથી અને ઊંચા ભાવે પ્રોપેન અને એલપીજી ગેસની સપ્લાય કરવામાં આવે છે.

જેથી સીરામીક ઉદ્યોગકારોની સિરામિક પ્રોડક્ટની પડતર કિંમત ઊંચી આવતી હોય છે અને સિરામિક ઉદ્યોગકારો ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકતા નથી જેથી સિન્ડિકેટ બનાવીને મોરબીના ઉદ્યોગકારોને સસ્તો ગેસ ઊંચા ભાવે આપતી પ્રોપેન અને એલપીજી ગેસ સપ્લાય કરતી કંપનીઓ સામે ઉદ્યોગકારોએ બંડ પોકાર્યો છે અને આજે મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની તાબડતોબ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી સિરામિક એસો. પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા, સંદીપભાઈ દેત્રોજા, માજી પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા અને મણીભાઈ પટેલ સહિતના અગ્રણીઓની આગેવાનીમાં મળેલ બેઠકમાં મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને ખાસ કરીને ઉદ્યોગકારોને સિન્ડિકેટ બનાવીને લૂંટતી ગેસ સપ્લાય કરતા કંપનીઓ પાસેથી પ્રોપેન ગેસની ખરીદી બંધ કરવા માટેનો સામૂહિક રીતે ઉદ્યોગકારો દ્વારા આ બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે.

વધુમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યુ હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગમાં મહિને 1.20 લાખ ટન પ્રોપેન અને એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના ભાવમાં ટને 5000 સુધીનો ઘટાડો થઈ શકે તેમ છે પરંતુ સપ્લાયરો ઘટાડો કરતાં નથી જેથી મોરબીના ઉદ્યોગકારોને મહિના 60 કરોડથી વધુની નુકશાન થઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!