HomeAllમોરબીના વજેપર સર્વે નં.૬૦૨ ચકચારી જમીન કૌભાંડના મુખ્ય આરોપી હેતલબેન વિજયભાઈ ભોરણીયાનો...

મોરબીના વજેપર સર્વે નં.૬૦૨ ચકચારી જમીન કૌભાંડના મુખ્ય આરોપી હેતલબેન વિજયભાઈ ભોરણીયાનો જામીન પર છુટકારો

મોરબી એ ડિવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓઅ એકબીજા સાથે મળી ફરીયાદીના પિતા બેચરભાઈ ડુંગરભાઈ નકુમની વજેપર સીમમાં આવેલ ખાતા નં.૧૫૮, સર્વે નં. ૬૦૨ વાળી ૧-૫૭-૮૩ હે.આરે.ચો.મી. ખેતીની જમીન જે-તે સ્થિતિમાં હોય અને વારસાઈ કરાવેલ ન હનેય જેનો ફાયદો ઉઠાવી આરોપી નં. (૧) શાંતાબેન મનજીભાઈ પરમાર એ ફરીયાદીના માતા-પિતાના મરણના ખોટા દાખલા બનાવી , ખરા તરીકે ઉપયોગ કરી, ખોટી વારસાઈ એન્ટ્રી કરાવી ફરીયાદીની વડીલોપાર્જિત ખેતીની જમીન બારોબાર

આરોપી નં. (૨) સાગર અંબારામ ફુલતરીયાને વેચાણ દસ્તાવેજ કરી દેતા, બંને આરોપીઓએ એકબીજા સાથે મેળાપી પણુ કરી ફરીયાદીની વડીલોપાર્જિત કિંમતી જમીન પચાવી પાડવા ગેરરીતી કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડિવી. પોલીસે બી.એન.એસ એકટની કલમ-૩૩૬(૨),૩૩૬ (૩),૬૧,૨૨૯(૧),૨૩૫,૨૩૬,૩૩૮,૩૪૦(૨),૩૩૯,૩(૫), ૩૪૧(૪) ( આઈ.પી.સી. એકટની કલમ-૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૨, ૪૭૪,૩૪,૧૨૦(બી), ૧૯૩,૧૯૮) મુજબનો ગુનો નોંધી આરોપી હેતલબેન વિજયભાઈ ભોરણીયાની ધરપકડ કરેલ હતી.

જેમા આરોપી હેતલબેન વિજયભાઈ ભોરણીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ.

આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ ને ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ.

આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટમાં જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી  દીલીપભાઈ અગેચાણીયા, એડવોકેટ હરીસિંહ સોઢા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!