HomeAllમોરબીના વોર્ડ નં.3માં આયાતી ઉમેદવારની ભાજપની ટિકિટનો વિરોધ

મોરબીના વોર્ડ નં.3માં આયાતી ઉમેદવારની ભાજપની ટિકિટનો વિરોધ

મોરબી મહાનગરપાલિકાની બેઠક માટે ભાજપ દ્વારા હજુ એક પણ ઉમેદવારનું સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં આવ્યું નથી ત્યાં અસંતોષની આગ મોરબીમાં ફેલાઈ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે મોરબીના વોર્ડ નં 3 માંથી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઓબીસી અનામત બેઠક માટે શહેર ભાજપ, જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપ સુધી લેખિત રજૂઆત કરીને સ્થાનિક કાર્યકર્તાને ઓબીસી અનામતની ટિકિટ આપવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે. અને જો સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ નહીં આપવામાં આવ તો પક્ષને નુકસાન થશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણી યોજવાની છે અને તેના માટેની વિવિધ અનામત બેઠકો પણ જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપ દ્વારા ત્રણ દિવસ પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે જુદા જુદા વોર્ડની કુલ મળીને 52 બેઠકો માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે 427 જેટલા આગેવાનો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે દરમિયાન મોરબીના વોર્ડ નં 3 ની વાત કરીએ તો વોર્ડ નં 3 માં ઓબીસી અનામતની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે થઈને સ્થાનિક ઘણા આગેવાનો અને કાર્યકરો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તેવામાં આ બેઠક ઉપર બહારથી ઉમેદવાર મૂકવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

જોકે હજુ સુધી ભાજપમાંથી સત્તાવાર રીતે તેના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવેલ નથી ત્યાં જ અસંતોષની આગ ભભૂકી છે અને મોરબી વોર્ડ નં 3 ના ભાજપના કાર્યકરો દ્વારા મોરબી શહેર ભાજપ, મોરબી જિલ્લા ભાજપ અને ગુજરાત પ્રદેશ ભાજપને લેખિતમાં રજૂઆત કરી છે કે, વોર્ડ નં 3 માંથી ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તે પૈકીના કોઈપણ ભાજપના સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો બહારના કોઈ આયાતી ઉમેદવારને મૂકવામાં આવશે તો તેનો સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવશે આટલું જ નહીં પરંતુ વોર્ડ નં 3 માં પક્ષને નુકસાન થશે તેવી પણ ચીમકી વિચારવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments