
મોરબીનાં યુવાનને અજાણ્યા નંબરમાંથી આર.ટી.ઓ. ચલણ ફાઈલનો મેસેજ આવ્યા બાદ ફાઈલ ઓપન કરતા જ મોબાઈક હેક કરી સાઈબર ગઠિયાઓ દ્વારા બેંક ખાતામાંથી બે લાખ રકમ ઓળવી ગયા હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના એસ.પી. રોડ પર શિવાલય વાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઇ ગોવીંદભાઇ શેરસીયા ઉ.વ.44 એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છેકે તેઓને વોટ્સએપ પર અજાણ્યા નંબર 9998826387 પરથી આર.ટી.ઓ ચલણ .અઙઊં ફાઇલનો મેસેજ આવ્યો હતો.

આ ફાઈલ ઓપન કરતા જ ફરિયાદીનો ફોન હેક થઇ ગયો હતો અને તેમના ખાતામાંથી 50 હજાર રૂૂપિયાના ચાર ટ્રાન્ઝેક્શન થયાના મેસેજ આવ્યા હતા. જેથી તેમણે ખાતું બ્લોક કરાવી દીધું હતું.

અને એકાઉન્ટ ચેક કરાવતા 50 હજારનાં આ ચાર વ્યવહાર કોટક મહિન્દ્રા બેંક એકાઉન્ટ નં 4350472029, એન.એસ.ડી.એલ. પેમેન્ટ બેંક એકાઉન્ટ નં 501044303923, આઈ.ડી.બી.આઈ બેંક એકાઉન્ટ નં 0110104000425728 તથા પંજાબ સિંધ બેંક એકાઉન્ટ નં 14741000003135 માં થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ચારેય બેંક એકાઉન્ટનાં ધારક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.













