મોરબીના ૧૮ વર્ષીય યુવા સંશોધક પરમ જોલાપરાને ‘ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ ૨૦૨૬’ એનાયત

સામાન્ય રીતે ૧૮ વર્ષની ઉંમરે યુવાનો પોતાની કારકિર્દી પસંદ કરવામાં વ્યસ્ત હોય છે, ત્યારે મોરબીના યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાએ આધ્યાત્મિક સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. ઉત્તર પ્રદેશ વર્લ્ડ રેકોર્ડ્સ (UPWR) દ્વારા આયોજિત ઓનલાઇન એવોર્ડ સમારોહમાં પરમ જોલાપરાને શિક્ષણ અને સંશોધન (Education & Research) ક્ષેત્રે તેમના અનન્ય પ્રદાન બદલ પ્રતિષ્ઠિત “International Icon Award 2026” એનાયત કરવામાં આવ્યો છે.

સમાજ અને શિક્ષણ જગત માટે પ્રેરણા ‘ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ ૨૦૨૬’ દ્વારા પરમની નિષ્ઠા, નવીન વિચારસરણી અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી છે. આ એવોર્ડ માત્ર વ્યાવસાયિક સિદ્ધિ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પ્રેરણાનું પ્રતીક છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
error: Content is protected !!