HomeAllમોરબીનાં એમ.ડી. ડો. હિતાર્થી ત્રાંબડીયા બન્યા ગોલ્ડ મેડાલિસ્ટ: રાજ્યપાલના હસ્તે સન્માન

મોરબીનાં એમ.ડી. ડો. હિતાર્થી ત્રાંબડીયા બન્યા ગોલ્ડ મેડાલિસ્ટ: રાજ્યપાલના હસ્તે સન્માન

એનેસ્થેસિયા ફેકલ્ટીમાં એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી: ચોતરફથી અભિનંદન વર્ષા

મોરબીના ડો.હિતાર્થી વડસોલા કે જેઓ જિલ્લા અને રાજ્યના શિક્ષણ અગ્રણી દિનેશભાઈ વડસોલાના દિકરી છે,રામકૃષ્ણ આશ્રમ- રાજકોટમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવતા ડો.તરૂણ વડસોલાના બહેન છે અને ભુવનેશ્વર ખાતે એમ.ડી.નો અભ્યાસ કરતા દિપ ત્રાંબડીયાના જીવનસાથી છે.જેઓ બાલ્યકાળથી જ કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવે છે.

આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો

DOWNLOAD E-PAPER HERE

વર્ષ 2011 માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસમાં ઘર વપરાશમાં સૌર ઊર્જા નો ઉપયોગ સંશોધન નિબંધ રાષ્ટ્રીયકક્ષાએ પસંદ થયેલ અને કલકત્તા ખાતે પાંચ દિવસ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે હિતાર્થીની કૃતિનું એ.પી.જે અબ્દુલ કલામની પ્રેરક ઉપસ્થિતમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલ,ત્યારબાદ વર્ષ 2013 માં હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન પણ કરાયું હતું, ડો.હિતાર્થી વડસોલાએ ગુરુ ગોવિંદસિંહ મેડિકલ કોલેજ જામનગરથી MBBS પદવી પ્રાપ્ત કરી હતી, અને કોરોના કાળ દરમ્યાન ઇન્ટરસીપ કરતા હોય દર્દીઓની ખુબજ સેવા સુસુશ્રા કરી હતી .

ત્યારબાદ પીજી નિટની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી પંડિત દિન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા ફેકલ્ટીમાં એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હાલ તેઓ સમ હોસ્પિટલ ભુવનેશ્ર્વર (ઓરિસ્સા) ખાતે એનેસ્થેટિક તરીકે ફરજ બજાવે છે.

એવા ડો.હિતાર્થી વડસોલાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ તરીકે પસંદગી થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભૂટા બારોટ ક્ધવેન્શન હોલમાં ચાર હજારથી વધુ ડોકટર તેમજ અન્ય વિદ્યા શાખાના તેજસ્વી તારલાની હાજરીમાં રાજ્યપાલ દેવવ્રત તેમજ શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજાએ ડો.હિતાર્થી વડસોલાનું ગોલ્ડમેડલ અર્પણ અદકેરું સન્માન કર્યું હતું,આમ મોરબીની દિકરી ગોલ્ડ મેડાલિસ્ટ બનતાં મોરબીનું ગૌરવ વધાર્યું હોય ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!