HomeAllમોરબીની 10 વર્ષની ફરહીન બાનો શાહમદાર દ્વારા રમઝાનના તમામ 30 રોજા પૂર્ણ:પ્રેરણાદાયી...

મોરબીની 10 વર્ષની ફરહીન બાનો શાહમદાર દ્વારા રમઝાનના તમામ 30 રોજા પૂર્ણ:પ્રેરણાદાયી ઉદાહરણ

મોરબી શહેરના ગ્રીનચોક ભોઈવાડો વિસ્તારમાં ઉસ્માનિયા મસ્જીદ પાસે રહેતા શાહમદાર પરિવારની 10 વર્ષની દીકરી ફરહીન બાનો (પિતા: ઇકબાલભાઈ શાહમદાર)એ પવિત્ર રમઝાન માસ દરમિયાન તમામ 30 રોજા રાખી ઈબાદતનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નાની ઉંમરે જ ફરહીન બાનોએ પૂર્ણ શ્રદ્ધા અને નિયમિતતા સાથે એક મહિના સુધી રોજા રાખી ખુદાની બંદગી કરી, જે સમાજ માટે પ્રેરણારૂપ બની છે. પરિવારજનો દ્વારા મળતા સંસ્કાર અને ધાર્મિક શિક્ષણના પરિણામે ફરહીન બાનોની આ સિદ્ધિ ખાસ નોંધપાત્ર બની છે.

શાહમદાર પરિવાર, ખાસ કરીને પિતા ઇકબાલભાઈ શાહમદાર અને પરિવારજનોમાં આ પ્રસંગે ખુશીનો માહોલ છે. સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો દ્વારા પણ ફરહીન બાનોને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉત્સાહને વધાવ્યો છે.

આ પ્રસંગે સમાજમાં ધાર્મિક મૂલ્યો, સંસ્કાર અને નાની ઉંમરે આધ્યાત્મિકતા પ્રત્યેનો લગાવ કેટલો મહત્વનો છે તેનો સુંદર સંદેશ પણ પ્રસરી રહ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments